VIVEK SHAH

011011010010000001100001011001000110010001101001011000110111010001100101011001000010000001110100011011110010000001101010011000010111011001100001 Click Here

Custom Search

મારી આત્મકથા


હું એક નોટ છું મારો જન્મ અમદાવાદનાં "લઘરવઘર નોટ ભંડાર" નામ નાં કારખાના માં થયો હતો, ત્યાંથી તૈયાર કરીને મને "લૈજાવ સ્ટેશનરી" માં મોકલવામાં આવી. પણ મારી "લઘરવઘર" બનાવટને લીધે કોઇ એ મને લીધી નહિ, એટલે થોડા સમય પછી મને પસ્તી માં કાઢી નાંખવામાં આવી. "નવાનક્કોર પસ્તી સેન્ટર"નાં પસ્તી વાળા એ મને સાવ કોરી જોઇને રફકામનાં ચોપડા વિભાગમાં રાખી, ત્યાંથી ૪-૫ મહિના પછી રતન નામના ગરીબ છોકરાએ મને ૫૦ પૈસામા ખરીદી. એ મને રોજ શાળાએ લઇ જતો, મને યાદ છે મારો પહેલો દિવસ એણે મને ગુજરાતી ના તાસ માં દફ્તરમાં થી કાઢી અને મને થયું કે હાશ આજે મારો જન્મ સાર્થક થશે, હું ગુજરાતી ભાષાનું સંગ્રહસ્થાન થઇશ, પણ એવું કાંઇ થયું નહિ, અને મારામાં શિક્ષકનું ચિત્ર દોરવામાં આવ્યું. પછી તો દરેક તાસમાં મારો આવી જ રીતે ઉપયોગ થતો હતો. અને રીસેસ પડી ત્યારે મને થયું કે હવે થોડો આરામ મળશે, પણ એવું ન થયું મારો ઉપયોગ રતન નાં બેટ તરીકે ક્રિકેટ રમવામાં કરવામાં આવ્યો. પછી રતન છૂટ્યો શાળાએ થી અને મને થોડી હાશ થઇ, પણ ત્યાં તો ઘરે જઇ ને મારા પાના ફાડીને એમાં થી હોડીઓ બનાવવામાં આવી, આવી રીતે ૧ વર્ષ મારો ઉપયોગ થયા બાદ પાછી મને પસ્તી માં મોકલવામાં આવી અને આજે હું "અન્યોપયોગી પસ્તી સેન્ટર" નાં રિસાઇકલ વિભાગમાં પડી છું અને એ ટ્રકની રાહ જોઉં છુ જે મને અહીં થી રિસાઇકલમાં લઇ જશે ને મારો નાશ થશે.

નમસ્તે હા હુ જ છુ એ લખવાની નોટ જે પસ્તી ભંડાર માં પડી છે.હજી પણ હુ કોરી જ છુ મને લઈ જનાર સાવ નીરક્શર નીકર્યો મને એમ કે એ સાકશર હશે પરંતુ તેણે તો મારા માં હાસીયો પણ નથી પાડયો પરંતુ હવે હુ રાહ જોઈ રહી છુ મારી અંતીમ શ્ણો ની કારણ્કે મને જાણવા મળ્યુ કે હુ રીસાયકલ બીન મા જઈશ

પરતુ તમારે મારા આ મૂત્યુ પર રડવાની કોઈ જરૂર નથી કેમકે હુ આવતા જનમ માં
કોમ્યુટર કે લેપટોપ બની ને અવતરીશ અને મને કોરી રાખનાર ના ટોપીક મા રીપલાય આપીશ

=========================================================================


મિત્રો આવો મારી પાસે હું તો મારા જીવનની કથની કહેવા આપ સૌ ને આતુર છું. હું છું નોટ્બુક. હા તમને િવશવાસ નથી થતો ને મારી આ હાલત જોઇને ? અને કદાચ મનમાં હસ્વું પણ આવતું હશે. પણ આ જ મારા જીવનની વાસ્તિવકતા છે. વેલ મારો જનમ આશરે બે વર્શ પહેલા થયો હતો તે સમયે મારા રુપરંગ જોઇને તો હું પોતે ફુલી ન સમાતી હતી.ત્યારબાદ હું મારી અન્ય સખીઓ સાથે એક સ્ટેશનરી ની દુકાનમાં આવી ત્યાં લગભગ થોડા િદવસ રહ્યાં બાદ એક સ્ત્રી એના બાળક માટે મને ખરીદી લીધી ત્યારબાદ મારા જીવનનો Golden Period ચાલુ થયો એ બાળકે મારા પહેલા પાના પર ખુબ જ કાળજી પુર્વક સુંદર અક્ષરો માં એનું નામ લખ્યું ત્યરબાદ રોજ મને એ બાળક એની સાથે સ્કુલે લઇ જતો મારા પાના પર પેન્સિલથી લખવામાં આવ્તું મને એ જીવની જેમ સાચવતો પણ એક વર્શ બાદ એના દફતરમાં મારી જગ્યા અન્ય નોટબુકએ લઇ લીધી અને મને પસ્તીની દુકાનમાં વેચી દેવામાં આવી. ત્યાં લગ્ભગ થોડા સમય રહ્યા બાદ મને એક બોર વેચવા વાળો લઇ ગયો અને હું રોજ જ એક એક પાનાના ટુકડાઓ માં જુદા જુદા લોકોમાં વહેંચાતી રહી અને હવે જ્યારે મારામાં કંઇ રહ્યું નથી ત્યારે મને ફેંકી દેવામાં આવી છે. મેં મારી જીંદગીમાં બે વર્શ જોયા છે પણ એ બંને વર્શમાં મેં તદ્ન જુદા જ અનુભવ કર્યા છે મને મારા જીવનથી કોઇ ફરીયાદ નથી બ્સ હવે તો અિહં કચરાના ઢગલામાં મારા જીવનની અંિતમ ક્ષણો ગણું છું.


=========================================================================

હુ નિશાનો નિરાશ ચોપડો. અહિ નોટની આત્મકથા લોકો લખી રહયા છે પણ મારી વ્હાલી નોટ એ લખવા માટે આ દુનિયામા હયાત નથી માટે અમારી દુખ ભરી દાસ્તાન હુ લખુ છુ.આ કથામા એકશન છે,ડ્રામા છે અને રોમાન્સ પણ હોત જો અનુજ અનાડી ના હોત. મને હજુ પણ યાદ છે એ દિવસ જ્યારે અનુજ પેહલી વાર એને લઈને ક્લાસમા અવ્યો હતો.એને જોતાજ મને એની જોડે પ્રિતડિ બન્ધાય ગઈતિ. એના રુપના વર્ણ્રન કરવા માટે હુ લાયાક્જ નથી. લઘર વઘર,સાક્ષર અને રાજનની નોટ જોઇને મને તો આશાજ ન હતી કે ક્લાસમા આવી પણ કોઇ નોટ આવેશે. પણ કદાચ બનાવા વાડાએ કદાચ એને મારે માટેજ સરજી હશે. અમારા પ્રેમ વચ્ચે ઘણા અવરોધ હતા. હુ નવનીતનો ચોપડો અને એ રજતની નોટ. પણ પેલુ કોઇ માનવિએ કિધુ છે એમ ન ઉમ્ર કિ શીમા હો ના જાતિ કો હો બન્ધન એમ હુતો એના પ્રેમ મા પાગલ થઈ ગયો તો અને ધિરે ધિરે હુ પણ એને ગમવા લાગ્યો તો પણ અમારો પ્રેમ અગડ વધે એ પેહલાજ એક ભયાનક હાદસો બન્યો.વેલેન્ટાઇન ડેયનો દિવસ હતો. આજે હુ તેને માર દિલની વાત કેહવાનોજ હતો પણ આ અનુજ એ પણ રન્ગીન મીજાજનો માણસ. એ નિશાને મારી નોટમા ચાલુ ક્લાસે પ્રેમ પત્ર લખતો તો. એવામા પેલો સડુ માસ્તર એ જોઇ ગયો અને એણે મારિ વ્હાલિ નોટ ને લઈને.................................. નોટને લઈને હવામા ઉછાડી અને એ પન્ખામા અથડાઇને હવામા ફન્ગોડાઇને ક્લાસની બહાર પડી. એના નાજુક શરિરનુ એકે એક અન્ગ જુદુ થઈ ગયુ અને મારા પ્રેમ પ્રકરણનો ત્યાજ અન્ત આવી ગયો.
હવે તો હુ મારા અન્તિમ સ્વાશ ની રાહ જોઇ રહ્યો છુ અને તમને એકજ સવાલ પુછવા માગુ છુ કે અનુજના પાગલપનમા બીચારી મારી નોટ નો સો વાન્ક હતો???????????

=========================================================================

હુ છુ એક રખડતુ કુતરુ શેરી એ શેરી એ રખડુ છુ મને મારી કોમ્યુનીટી ના સદસ્યો એ પણ કાઢીમુક્યો છે હુ અહી અત્યારે એક ગાડી નીચે બેઠુ છુ રાતરે વરસાદ બહુ પડ્યો મારુ આખુ શરીર ભીજાઈ ગયુ મને ખ્યાલ નથી આવતો કે આ કવી ઓ અને લેખકો વરસાદ ના આટલા વખાણ શુ કામ કરે છે. વરસાદ થી બચવા હુ જયા જવુ છુ ત્યાથી લોકો મને કાઢી મુકે છે જેને પોતાના સાથીદારો એ કાઢી મુક્યો હોય એને આ માનવજાત થોડી અપનાવવાની છે આમે મારા મત મુજબ તો અત્યાર ના માણસો કુતરા થી પણ જાય એવા હોય છે. વરસાદ મા ભીજાવવાના કારણે મને આખા શરીરે ખરજવુ થઈ ગયુ છે. માખી ઓ બેઠી છે મારા ઉપર પણ કોઈ દીવસ મારી આ દયનીય દશા પર કોઇ કાઈ લખતુ નથી. કાલે એક નાનુ બાળક મારી સાથે રમવા આવેલુ એ મને રોટલી ખવડાવવા જતુ હતુ પણ અંત સમયે તેની મા એ એને મારાથી દુર રહેવા કહયુ અને એ બાળક જતો રહ્યો મને યાદ છે કે જ્યારે હુ નાનુ ગલૂડીયુ હતુ ત્યારે બધા મારી જોડે રમતા હત પરંતુ હવે મારી જોડે આવો ભેદભાવ કેમ મને નથી સમજાતુ હુ આવો વીચાર કરતો હતો ત્યા જ હુ જે ગાડી નીચે બેઠો છુ એ ગાડી ચાલૂ થઈ અને મને કચડી નાખ્યુ હુ ભગવાન ને તો પણ પ્રાથના કરીશ કે આવતા જન્મ મા પણ મને કુતરુ બનાવે કેમકે માનવ જન્મ કરતા શ્વાન જન્મ સારો એવો મારો આજે પણ વીચાર છે......

=========================================================================

મારો જન્મ ક્યાં થ્યો એતો મને ખબર નથી પણ જ્યાર્નો હુ સમજણો થયો ત્યારથી એવી ખબર છે કે અમદાવાદ નગરમાં લગર વગર અમદાવાદી સાહેબના ઘરની સામે રહુ છું. સાહેબ જતા આવતા મારી સામે તિરસ્કારે અને ભગાવે કારણ કે હુ ત્યાં બેહી રહુ તો તેમના બંગલાની શોભામાં ઘટાડો થઇ જાય એવુ એમને લાગતુ. સાહેબની સામે હુ ભુખ્યુ તરસ્યુ નજર માંડુ પન સાહેબને તો આપણી હાજરીનો જે વાંધો.
એમણે મહાનગરપાલિકાના પશુ વિભાગ અને આરોગ્ય વિભાગમાં અરજી કરી કે મારા ઘરની સામે એક દેશી કૂતરુ હડકાયેલુ છે જેનો જલદી થી નિકાલ કરવો. સરકારી ખાતુ એટલે જલદી થી સાંભળે નહી એટલે મારા માટે બહુ ચિંતાનુ કારણ નહી. પણ આ અમદાવાદી સાહેબ પણ જબરા. એક અનુજ નામના પટાવાળાને પકડ્યોને ચા-પાણીના પૈસા અને એના સાહેબને એક ગીફ્ટ બોક્ષ આપી આવ્યા. સાહેબ પાછા નામે સાક્ષર. પેલા તો લેવાની આનાકાની કરી પણ પછી ધીરે રહીને ટેબલમાં ખોખુ સરકાવી દીધુ.
બીજે દાહડે આખી ગેંગ આવી આપણને પકડવા. આપણે ભાગ્યા પણ પેલી ગીફ્ટે એટલુ બધુ જોર કરેલુ કે મને થકવી નાક્યો પણ આપણે કુતરાની જાત. માણસ કરતા ભાગવામાં ચપળ એટ્લે પેલો અનુજ અને સાક્ષર ફાવ્યા નહી.
તેમણે પશુ વિભાગના ડોક્ટરનો સંપર્ક કરયો કે રખડતા કુતરાને બેભાન કરવા માટેની સીરીંજ વાળી ગન આપો. એનુ ટેકનીકલ નામ આપણે કૂતરાની જાતને ખબર ની મલે. ત્યાં ડોક્ટરની સીટ પર મલેશિયામાં ભણેલો પેલો માલધારી ભાઇ કરી ને કોક. એને પોતાના નવા નાવા ગ્યાન નો ઉપયોગ કરવાની ચળ. હારો જાતે આયવો.
આપણને આવો કોઇ દાડો અનુભવની. માલધારી એ બંદૂકમાંથી ઇંજેકશન છોડ્યુ. સીધુ જ પેટ્માં વાગ્યુ. સારો માલધારી ભાણેલો વધારે પણ અનુભવ ઓછો તે ઇંજેક્શન માં દવા વધારે ભરી દીધી તે આપણા રામ રમી ગ્યા.
જો કે આપણે કૂતરા તરીકે માણસ જાતની સેવા કરેલી અને બદલામાં આ લગર વગર સાહેબ જેવાના દંડા ખાધેલા અને કેટલાયના પથરા વાગેલા એટલે ભગવાને સીધા જ સ્વર્ગમાં આશરો આપી દીધો. ત્યાંથી આ ઓર્કુટમાં આત્મકથા લખવાની તક મલી એટલે લયખુ.

=========================================================================

હા હુ છુ એ જુનુ પગલૂછણીયુ જે આજે ફાટી ગયુ છે જેણે લોકો ને પોતાના જીવન ના અમુલ્ય ૧ વરસ સેવા આપી એ લોકો ને હવે મારી કદર નથી. મારા વીષે હુ શુ કહુ મારો જન્મ ૧ વરસ પહેલા લકશમી ગુહ ઊધોગ માં થયો હતો મને એક નાની કોમળ છોકરી ના હાથ થી મસ્ત કાથી વડે ગુથવામાં આવેલૂ હુ ખુબ જ ખુશ હતુ પરંતુ એક દીવસ મને ૨૦ રુપીયા જેવી નજીવી કીમત મા વેચી દેવામા આવ્યુ હતુ હુ આજે મારા નવા ઘરે આવ્યુ છુ અહી મને મોટા રુમ મા વચચો વચ મુકવામાં આવ્યુ છે આ લોકો દીવાળી નો તહેવાર ઊજવી રહયા છે. તેઓ ખુબ ખુશ છે પણ હુ આ નવા ઘર થી ખુશ નથી અહી આવનાર જનાર મારા પર પોતાના પગ લૂછી ને જાય છે અને મારા કાથી ના તાતણા છુટા પડતા જાય છે.અરે ઘણી વાર તો વંદા ભગાડવા પણ આ લોકો મને ઊચકી ને વંદા પર નાખે છે અને પછી મને અને વંદા બન્ને ને પગથી છૂદી નાખે છે. હવે હુ જુનુ થઈ ગયુ છુ આ લોકો ના ને લાગે છે કે હુ તેમના મોટા રુમ ની શોભા બગાડુ છુ તેમણે મને આજે કચરા ટોપલી મા નાખી દીધુ છે જેણે તેમને એક વરસ સેવા આપી તેમના ગંધાતા પગ લુછી આપ્યા તેની આવી દશા છે.કાલે સવારે કચરા વાળો આવશે અને મને લઈ જશે પરંતુ આવતા જન્મે હુ કોઈ કોમ્પ્યુટર કે લેપટોપ નુ વોલપેપર બનીશ જેથી મારે આટલુ લાબુ તો સહન ના કરવુ પડે .....

=========================================================================

ક્યારેક જીવનનો અર્થ શોધવામાં ઘણું મોડું થઇ જાય છે, મારે પણ એવું જ થયું. મારો જન્મ એક કારખાનામાં થયો, જન્મબાદ મને મારો આકાર અને માપ જોઇને લાગ્યુ કે મારો ઉપયોગ કોઇ નાના બાળકને ઠંડીથી બચાવવા માટે થશે, નાના ચોરસા તરીકે. અને એ જ હોશમાં હું ગયો એક "સસ્તાં પ્રોવિઝન સ્ટોર" માં. એક દિવસ મને ત્યાંથી બે સ્ત્રીઓ આવી ને ખરીદી ગઇ. હું એકદમ ખુશ હતો, મને થયું કે મારુ જીવન સાર્થક થઇ ગયું, મારો જન્મ કોઇ બાળક ને ઠંડીથી બચાવવા થયો છે ને તે હવે હું કરી શકીશ. મને એમના ઘરે લઇ જવામાં આવ્યો અને બહારનાં કક્ષની બહાર નાંખવામાં આવ્યો, પહેલા તો મને એમ થયું કે એ લોકોથી ભુલથી હું પડી ગયો હોઇશ, પણ જયારે મારી પર પગ લૂછવામાં આવ્યા ત્યારે મને મારા જીવનનો સાચો અર્થ સમજાયો. અને હું દુઃખી થઇ ગયો.પણ પછી મને થયું આમ દુઃખી થવાથી થોડું ચાલે. ગમે તેમ તોય હું ગંદકી સાફ કરું છું, ભલે મને એટલું માન ના મળે. દિવસે દિવસે મારો ઉપયોગ જેમ જેમ થવા માંડ્યો મારી પર ગંદકીના થર જામવા માંડ્યા. જો કે એક દિવસ એક સ્ત્રી ઘર સાફ કરતી કરતી મારી પાસે આવી અને મને થયુ કે હાઇશ હવે મને પણ સાફ કરવામાં આવશે અને થયું પણ એવું જ. પણ સાફ કરવાની જે રીત હતી તે મને અનુકુળ ન આવી. એણે મને ઉંચકીને દિવાલ સાથે(એ પણ ઘરની બહારની, જ્યાં સિમેન્ટ ઉપસેલો હોય તે) પછાડવામાં આવ્યો. અને જે મારા શરીરનાં હાલ થયા. ત્યારપછી, જ્યારે જ્યારે પણ મને સાફ કરવામાં આવતો, મને ઘણો જ દર્દ થતો. આ જ મારા જીવનની કરુણતા હતી, જ્યારે સાફ થતો ત્યારે મારવામાં આવતો અને બાકી નો ટાઇમ ગંદો કરવામાં આવતો. અને એક દિવસ મારી માલકણ, ઘરમાં આવી અને એની થેલી માંથી બીજા મારા જેવા જ પગલૂંછણીયાને નાખવામાં આવ્યો. અને મને ઉઠાવીને કચરાટોપલીમાં. મંગુભંગી મને બીજા કચરા સાથે લઇ જતો હતો અને એને એક વિચાર આવ્યો મને જોઇને, એણે મને પાણી થી અને સાબુથી સરસ સાફ કર્યો, અને એના બાળક પર ઓઢાળી દીધો. ત્યારે મને થયું કે ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહિ આપી શકે, અને મારું જીવન સાર્થક થયું.



તમારો પોતાનો સસ્તો લેખક્
-----------------------
લઘર વઘર અમદાવાદી
(અમારી બીજી કોઇ શાખા નથી )

0 comments:

Post a Comment