VIVEK SHAH

011011010010000001100001011001000110010001101001011000110111010001100101011001000010000001110100011011110010000001101010011000010111011001100001 Click Here

Custom Search


"હું જ કેમ?" - આચાર્ય વિજય રત્નસુંદરસુરિ

મહારાજ સાહેબ

છેલ્લા કેટલા સમયથી મગજમાં હથોડાની જેમ ઠોકાઈ રહેલા એક પ્રશ્નનું સમાધાન મેળવવા આજે આપની સમક્ષ ઉપસ્થીત થયો છું. જો સમ્યક સમાધાન મને નહી મળે તો શક્ય છે કે જીવનમાં આજે યત્કિંચિત પણ જે શુભ અને સુંદર છે, એ બધું ય કાં તો જીવનમાંથીમ રવાના થઈ જાય અને કાં તો હું પોતે સામે ચડીને એ તમામને જીવનમાંથી દુર કરી બેસું.

પ્રશ્ન મારો એ છે કે
જગતમાં શું સારા બનનારને જ,
સારા રહેનારને જ,
સારા માર્ગ પર ચાલનારને જ
દુખો, કષ્ટો, અપમાનો, અન્યાયો સહન કરવાનાં હોય છે?


તમે ઝુકતા રહો,
તમને બધાય દબાવતાં રહે.
તમે મુલ્યોને ટકાવી રાખો,
તમને લોકો વેદિયા જ માને.
તમે નિતિમત્તાના ધોરણને જાળવી રાખો,
તમને ભિખારી થવાના દા'ડા જોવાના આવે.
તમે મર્યાદાને જીવનમાં ધબકતી રાખો,
સમાજમાં તમારી છાપ 'પછાત' તરીકેની ઉભી થઈને જ રહે.
તમે ધર્મને જીવનમાં પ્રથમ નંબર આપો,
લોકમિજાજ તમને છેલ્લા નંબરે ધકેલી દેવા તત્પર બનીને જ રહે.

આ વેદના બીજા કોઈની નથી, માર પોતાની છે.
આ આક્રોશ બીજા કોઈનો નથી, મારો પોતાનો છે.
આ વલોપાત અન્ય કોઈનો નથી, મારો પોતાનો છે.
આ અનુભવ બીજા કોઈનો છે કે નહી એની મને ખબર નથી,
પણ મારો પોતાનો તો આ અનુભવ છે જ.
મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે.

'દુઃખ મને જ કેમ?'
'અન્યાયો મારા પર કેમ?'
'અપમાનો મારા જ કેમ?'
'દબવાનું મારે જ કેમ?'
'આંસુ પાડવાનું દુર્ભાગ્ય મારૂં જ કેમ?'


મહારાજ સાહેબ,
મારા આ પ્રશ્નોનું સમાધાન આપો.
મારી આ મૂંજવણો ને આપ દુર કરી દો.
મારા અંતરના આ વલોતાપને આપ ઠારી દો.
મારી આ વ્યથાને આપ દૉર કરી દો.
હાથમાં ફૂલની માળા લઈને ઉભા રહેનારને માથે
જો પથરાજ પડતાં હોય
તો વધુ સારૂ એ જ છે કે હાથમાં રહેલ એ
ફૂલની માળા છોડી દઈને હાથમાં
પત્થર જ પકડી લેવો.
કમ સે કમ માથું સલામત તો રહી જાય! 

ખૂબ શાંતિથી તારો પત્ર વાંચ્યો.
તારા હ્રદયની જે વ્યથા એ એને દૂર કરવાના
પ્રયાસો તો હું કરૂં જ છું પણ
એ પહેલાં કેટલાક પ્રશ્નો મારે તને પૂછવા છે.
તું એના જવાબો જો આપીશ તો
મને ખુબ આનંદ થશે.

જવાબ આપ.
ટાંકણાંઓનાં માર ક્યા પત્થર પર વધુ પડે?
ચટણી વાટવાના પત્થર પર કે
પ્રતિમા બની રહેલ પત્થર પર?
પગ તળે કચરાવવાનું દુર્ભાગ્ય {?} કોના લમણે વધું ઝીંકાય?
કાંટાના લમણે કે પુષ્પના લમણે?


અગ્નિપરિક્ષામાંથી પસાર કોને થવું પડે?
કથીરને કે કંચનને?
સંસારની તકલીફો વધુ વેઠવાની કોને ભાગે આવે?
ગાંડાને ભાગે કે ડાહ્યાને ભાગે?
નિયંત્રણમાં રહેવાના કષ્ટો વધુ કોણે વેઠવા પડે?
વેશ્યાને કે સતીને?
ગુંડાથી ડરવું કોને પડે?
ભિખારીએ કે શ્રીમંતે?

તારા જવાબો આ જ હશે કે
ટાંકણાઓના માર તો
પ્રતિમા બની રહેલ પત્થર પર જ વધુ પડવાના.
કચરાઈ જવાનું દુર્ભાગ્ય તો પૂષ્પનાં લમણે જ ઝિંકાતુ રહેવનું.
અગ્નિપરિક્ષામાંથી પસાર તો કંચને જ થવું પડવાનું
ડાહ્યા માણસના ભાગે જ સંસારની તકલીફો વધુ વેઠવાની આવવાની
વધુ નિયંત્રણો સતી પર જ રહેવાનાં અને
ગુંડાથી બચવાના પ્રયાસો તો શ્રીમંતે જ વધુ કરતાં રહેવા પડશે.
જો મારા પ્રશ્નોના આ જ તારા જવાબો હશે તો તારા પ્રશ્નનો પણ મારો આ જ જવાબ છે.

તું જો સજ્જન જ બન્યો રહેવા માંગે છે
તો દુર્જનો કરતાં તારે જ વધુ કષ્ટો વેઠવાં પડશે.
તું જો પવિત્ર જ બની રહેવા માગે છે
તો લબાડ અને લફંગા કરતા તારે જ વધુ તકલીફો વેઠવી પડશે.
તું જો ધર્મી જ બન્યો રહેવા માગે છે
તો પાપી કરતા તારા અમણે જ વધુ મુસીબતો ઝિંકાતી રહેશે.


પસંદગી તારા હાથમાં છે.
કષ્ટ વિનની કાંટાની લાંબી જિંદગી જીવવા તું માગતો હોય તો એમાં ય તું સ્વતંત્ર છે
અને
અલ્પ સમયમાં જ ખતમ થઈ જતી કષ્ટભર પુષ્પની જિંદગી જીવવા તું માગતો હોય તો એમાં ય તું સ્વતંત્ર છે.! 
 
ગુરૂત્વાકર્ષણના નિયમના આધારે તને એક વાત કરૂં?
પથારીમાં સૂઈ જનારને જે તકલીફ હોય છે
એના કરતાં વધુ તકલીફ એ જ વ્યક્તિ જ્યારે સૂઈને પથારીમાંથી બેસવાના પ્રયત્નો કરે છે ત્યારે હોય છે.
એ જ વ્યક્તિ જ્યારે ઉભી થાય છે ત્યારે વધુ તકલીફ એને વેઠવી પડે છે.
ચાલવા લાગે છે ત્યારે વધુ કષ્ટ.
દોડવા લાગે ત્યારે એથીય વધુ કષ્ટ.
લંબો કૂદકો લગાવે છે ત્યારે એથી ય વધુ કષ્ટ અને
ઉંચો કુદકો લગાવે છે ત્યારે તો સૌથી વધુ કષ્ટ !
કારણ?
આ જ કે પૃથ્વી એને પોતાના તરફ ખેંચવા માગતી હોય છે જ્યારે એ વ્યક્તિ પૃથ્વીથી ઉપર ઉઠવા માગતી હોય છે.
કષ્ટો એને વેઠવાં જ પડે એમાં નવાઈ શી છે?
બસ,
આ જ વાત તારા સંદર્ભમાં તારે સમજી લેવાની છે.
તું જો
દુર્જનમાંથી સજ્જન બનવા માગે છે,
અપવિત્રતાના કિચડમાંથી બહાર નિકળીને
પવિત્રતાના માનસરોવરમાં તું જો સ્નાન કરવા માગે છે,
સ્વચ્છંદતાની ખાઈમાંથી બહાર નિકળીને
તું જો સમર્પણભાવના શિખરે આરુઢ થવા માગે છે,
તારા સડેલા સ્વભાવને
તું જો ઉદ્દાત બનાવવાં માગે છે,
તો તારે વધુ કષ્ટો, વધુ અગવડો, વધુ અપમાનો અને
વધુ અન્યાયો વેઠવા જ પડવાનાં છે...


કારણ?
 
કારણ આ જ કે જગતના બહુજનવર્ગને તો
દુર્જનતાના ગંદવાડમાં,
વાસનાના કિચડમાં,
સ્વચ્છંદતાના કચરામાં,
સુખશીલ વૃત્તિના નશામાં,
લોભાંધતાની પરવશતામાં અને
કામાંધતાની ગુલામીમાં આળોટવામાં, રમવામાં
અને ઝુમતા રહેવામાં જ રસ છે.
એમાં જ એ વર્ગ જિવનની સાર્થકતા સમજી બેઠો છે.
હવે તું જો એ વર્ગની આ તુચ્છ જીવનશૈલીને
રામરામ કરીને ઉદ્દાત જીવનશૈલીને અપનાવવા
આગળ વધી રહ્યો છે
તો એ વર્ગ તરફથી તારા પર 'પથરાઓ' પડતા
જ રહે એમાં કોઈ આશ્ચર્ય નથી.
વાંચી છે આ પંક્તી?
'ચોરોની દુનિયામાં પ્રકાશ કરનારો એ ચોરોનો
દુશ્મન બની જાય છે.'

તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે.
ચોરોને અંધકાર જ જામે છે અને ફાવે છે.
પ્રકાશ કરનારને તેએ નભાવી જ શી રીતે શકે?
બસ, જગતના અજ્ઞાની વર્ગને
અધમતા જ ફાવે છે.
ઉત્તમતાના માર્ગ પર કદમ રાખનારને તેઓ
અપનાવી જ શી રીતે શકે? એનો
સ્વિકાર કરીને તેઓ એને સત્કારી જ શી રીતે શકે? 
 
 

0 comments:

Post a Comment